કોરોના મામલે સુરતે અમદાવાદ ની રેસ કાપી, જાણો વિગતે

Published on: 11:03 am, Sun, 12 July 20

ગુજરાતમાં દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ૨૪ કલાકમાં રાજ્યમાં ૮૬૧ કેસ નોંધાયા હતા. રાજ્યમાં પહેલી વાર છે કે જ્યારે એક જ દિવસમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા નો આંકડો ૮૦૦ થી વધારે હતો. રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં કોરોના એ વધારે પરિસ્થિતિ બગાડેલ છે.

વહીવટીતંત્રે સુરત થી અમદાવાદ આવતા તમામ લોકોને તપાસ કરવા અંગે નિર્ણય લીધેલ છે. હાલમાં રાજ્યમાં અમદાવાદ કરતાં સુરત શહેરમાં કોરોના નો રાફડો ફાટી ચૂક્યો છે. સુરતમાં રહેતા લોકો અમદાવાદ અને સૌરાષ્ટ્ર પોતાના વતન તરફ વળી ચૂક્યા છે.

અમદાવાદ માટે ખતરો ઊભો ન થાય તે માટે અને ટોલ નાકા ઉપર સ્થાનિક પોલીસ અને આરોગ્યની ટીમ દ્વારા સુરત થી અમદાવાદ જતા તમામ લોકોને અને અમદાવાદમાં પહોંચ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવે છે. પોઝિટિવ દર્દીઓ મળતા તેઓને હોસ્પિટલ અથવા તો ઘરે બંધ કરવામાં આવે છે.