કોરોનાવાયરસ ના કેસો જે રીતે વધી રહ્યા છે તે જોતાં સરકાર માટે અત્યારે ચિંતાનો વિષય છે. રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન માં ફરી એક વખત લોકડાઉન લાગુ થાઈ તેવા અહેવાલો સોશીયલ મિડીયા માં ફરતા જોવા મળી રહ્યાં છે. પરંતુ રાજ્યના અગ્ર સચિવ આ તમામ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા . અગ્ર સચિવ એ જણાવ્યું કે રાજ્યમાં લોકડાઉન અંગે સરકાર કોઈપણ જાતની વિચારણા કરી રહી નથી.
રાજ્યના ચીફ સેક્રેટરીએ કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં રાજ્યમાં રહેલા કોવીડ ની પરિસ્થિતિ સહિત રાજ્યમાં પડી રહેલા વરસાદ અને ખેડૂતોના પાક વિશે પણ ચર્ચા થઇ હતી. કલેક્ટરોને કઈ રીતે કામગીરી કરવી તે વિશે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
આ પરથી સ્પષ્ટ થાય છે કે હાલના સમયમાં રાજ્યમાં લોકડાઉન આવવા અંગે સરકારની કોઈપણ જાતની વિચારણા નથી. તેથી સૌ લોકોએ આવી અફવાથી દૂર રહેવું.