કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાતની પેટા ચૂંટણીને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો વિગતે

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે કાગવડ ખોડલધામ દર્શન કરવા પહોંચ્યા હતા. ખોડલધામ હાર્દિક પટેલ મા ખોડલ ના દર્શન કરીને નવી જવાબદારી શ્રેષ્ઠ રીતે બચાવી શકવા માટે પ્રાર્થના કરી હતી.આ સાથે હાર્દિક પટેલનો હૂંકાર કરતાં કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જીતીશું. પેટાચૂંટણીમાં 15 હજાર કરતા વધુ મતોથી કોંગ્રેસ જીતશે.

હાર્દિક પટેલે 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને કહ્યું કે 2022 ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવીશું. આ તાનાશાહી સરકાર સામે લડીશું . હાર્દિક પટેલે કહ્યુ વિકાસ મતલબ ગુજરાતના છ કરોડ લોકોનો વિકાસ છે . રાજ્યના એક એક વ્યક્તિ માટે હું કામ કરીશ.

આ અગાઉ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે કાગવડ ખોડલધામ પહોંચ્યા હતા.તેમણે મા ખોડલ ના દર્શન કરી નવી જવાબદારી શ્રેષ્ઠ રીતે બચાવી શકવા માટે પ્રાર્થના કરી હતી. તેઓ દર્શન કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી છે . હાર્દિક પટેલ સાથે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ ખોડલધામ પહોંચ્યા હતા.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*