19 જુલાઇની મોડી રાતે અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બનેલા અકસ્માતની વાત આવતા જ આપણા ટાટિયા ધ્રુજી ઉઠે છે. પૈસાવાળા ના બાપની ઓલા દે એવી જેગવાર ગાડી ચઢાવી દીધી કે જેમાં નવ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.આ ઘટનામાં પોલીસે તથ્ય પટેલ અને તેના પિતાની ધરપકડ કરી હતી.
તથ્ય પટેલ ના પિતા હાલ જામીન પર બહાર આવી ગયા છે પરંતુ હજુ તેમનો દીકરો જેલની હવા ખાઈ રહ્યો છે. હાલ સાબરમતી જેલમાં તે છે અને તેના વિરુદ્ધ આઈપીસી ની કલમ 279,337,338,304,308,504,506(2),114,188 મોટર વહીકલ એકટ 177,184,134B મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
લગભગ મિત્રો 8 મહિનાથી જેલની હવા ખાઈ રહેલો તથ્યને હજુ સુધી કોટે કોઈ રાહત આપી નથી. આ વખતે તેને છાતીમાં તકલીફ અને હૃદયના અનિયમિત ધબકારાને લઈને સારવાર લેવા અરજી કરી હતી પરંતુ તે પણ પોતે નકારી દીધી છે. જાન્યુઆરી મહિનામાં છાતીમાં તકલીફ અને હૃદયના અનિયમિત ધબકારા
ને લઈને ટ્રાયલ કોર્ટમાં સારવાર માટે ચાર અઠવાડિયાની જામીન અરજી કરાઈ હતી પરંતુ કોટે ફગવી દીધી છે.અરજીના સંદર્ભમાં હાઇકોર્ટે કહ્યું કે આજના સમયમાં દરેકના હૃદયના ધબકારા અનિયમિત હોય છે જે નોર્મલ બાબત છે
અને સત્યને સારવાર માટે અને મેડિકલ પેપર મેળવવા માટે જેલ ઓથોરિટી ને રજૂઆત કરવાની રહેશે જેના બાદ હાઇકોર્ટ સત્ય પટેલને જામીન અરજી ફગાવી દેવાનું વલણ ધરાવતા અરજદારે પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment