મિત્રો ઈન્દોરમાં લગ્ન પહેલા જ એક અનોખી રસોઈ નિભાવવામાં આવી છે જેમાં વર અને કન્યા ગૌશાળામાં જઈને ગૌ માતાને 56 ભોગ ધરાવ્યા હતા અને પોતાના લગ્નનું પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં ભગવાનને નહીં અથવા સંબંધીઓને નહીં પરંતુ ગાયોને 56 ભોગ ધરાવામાં આવ્યા હતા.
જેથી ગાય માતાના આશિષ તેમને મળે.ઇન્દોર શહેરના બિરલા પરિવારના તિલક અને મહેશ્વરી પરિવારની નીતિજ્ઞાએ લગ્ન પહેલા ગૌ માતાને ભગવાન માનીને તેમની પૂજા કરી અને ત્યારબાદ ભગવાનને પીરસવામાં આવતા પકવાન ફળ અને મીઠાઈ ગાયોને ખવડાવી હતી.
વર કન્યાને એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં ગૌ માતાની 56 ભોગ લગાવ્યા છે જેમાં અમે 25 પ્રકારના શાકભાજી 20 પ્રકારના ફળ દાળ ડ્રાયફ્રુટ લીલું ઘાસ અને મેથીદાણા અજમો અશ્વગંધા સત્તાવાર સફેદ મુસ્લી સહિતની અન્ય સામગ્રી સામે હતી.ગૌશાળામાં 140 થી વધારે ગૌ માતા છે
જેના માટે લગભગ 10 ક્વિન્ટલ ખાદ્ય સામગ્રી લાવવામાં આવી હતી અને આ ગાયોને ખવડાવવામાં આવેલ 56 ભોગમાં ઔષધીઓ પણ અધિકારણ કે તે ગાયો માટે ખૂબ જ જરૂરી છે.જોકે મિત્રો આપણે પણ શીખવા જેવું છે કે પ્રી વેડિંગ સેલિબ્રેશન ના નામે હજારો લાખો રૂપિયાનો ધુમાડો કરવા કરતા ગાય માતાને તમારી મનોબળ તમારી શક્તિ અનુસાર તમે 10 રૂપિયાનું દાન કરશો તો પણ ગૌ માતાના આશીર્વાદ મળી જશે તો તમારી જિંદગી સુધરી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment