સુરતના કાપડના વેપારીએ વિદેશથી પરત આવીને 10માં માળેથી મૃત્યુની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું, વેપારીના પરિવારમાં માતમ છવાઈ ગયો – જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ

Published on: 11:33 am, Thu, 6 October 22

સુરત શહેરમાં થોડાક દિવસો પહેલા એક ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં સુરતના વેસુ વિસ્તાર ખાતેના હેપ્પી ગ્લોરીયન્સના કાપડના વેપારી ગત શુક્રવારના રોજ સવારે 10 માં માળેથી મૃત્યુની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે દોડધામ મચી ગઈ હતી. મૃત્યુ પામેલા કાપડના વેપારીનું નામ નીતિનભાઈ મહેન્દ્રભાઈ જૈન હતું અને તેમની ઉંમર 28 વર્ષની હતી.

તેવો મૂળ રાજસ્થાનના વતની હતા. તેઓ વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી ગ્લોરીયન્સમાં રહેતા હતા. નીતિનભાઈ રીંગરોડ ખાતે ઇન્ડિયન માર્કેટમાં કાપડની દુકાન ચલાવતા હતા. શુક્રવારના રોજ સવારે નીતિનભાઈ પોતાના એપાર્ટમેન્ટમાં રહેતા પોતાના સંબંધીના ઘરે 10માં માળે ગયા હતા.

ત્યારબાદ નીતિનભાઈ દસમા માળેથી મૃત્યુની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ નીતિનભાઈ ને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે નીતિનભાઈ ની તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા.

કાપડના વેપારી નીતિનભાઈ કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર હજુ ચારથી પાંચ મહિના પહેલા જ નીતિનભાઈ ના લગ્ન થયા હતા. નીતિનભાઈ નું મૃત્યુ થતાં તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર નીતિનભાઈ થોડાક દિવસો પહેલા જ પરિવારના સભ્યોને ગયા વગર મોરેશિયસ જતા રહ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ઉમરા પોલીસે નીતિનભાઈએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

તેનું કારણ શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે દસમા માળેથી નીતિનભાઈ જમીન પર પડે છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો