આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સંપૂર્ણ નિષ્ઠાથી, ઈમાનદારીથી સ્વખર્ચે જોશથી ભાજપના ભ્રષ્ટાચાર અને અહંકાર સામે લડી રહ્યા છે : ગોપાલ ઈટાલિયા

Published on: 12:05 pm, Thu, 6 October 22

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ મહત્વપૂર્ણ મુદ્દે ગઈકાલે મીડિયા ને સંબોધતા જણાવ્યું કે આજે દશેરાનો પવિત્ર તહેવાર છે અને આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી રામે પોતાની દિવ્ય શક્તિથી રાવણની આસુરી શક્તિનો વિનાશ કર્યો હતો એમ અન્યાયના ઉપર ન્યાયનો વિજય થયેલો એવા શુભ દિવસે

હું જનતાને દશેરાની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન રામ આપવાની ન્યાય માટે અને સદાચાર માટે લડવાની શક્તિ આપે એ પ્રાર્થના કરું છું જેવી રીતે રાવણનો અહંકાર વધ્યો અભિમાન વધ્યો વર્ષો સુધી લંકાની સત્તામાં બેઠેલા રાવણને સત્તાનો નશો દિમાગમાં ચડ્યો ત્યારે રામરૂપી દિવ્ય શક્તિ આવી અને તેનો વિનાસ કર્યો તે જ રીતે ગાંધીનગરમાં

બેઠેલા ભાજપના રાવણ જેવી માનસિકતા ધરાવતા લોકોને સત્તાનો નશો ચડ્યો અને સત્તાનો નશો ઉતારવા માટે ઈશ્વરે આમ આદમી પાર્ટી નામનો પક્ષ જનતા માટે મોકલ્યો છે.ઈશ્વરના આશીર્વાદથી નાના માણસો માટે બનેલી આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક લોકો માટે ઉમ્મીદ બનીને આવી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી

પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એક પ્રકારે એક પરિવર્તનની લડાઈ નું આખું મીશન ઊભું થયું હોય એવો માહોલ ગુજરાતની અંદર બની રહ્યો છે. અગાઉ વાતની પાર્ટી દ્વારા અલગ અલગ ચાર યાદીઓ જાહેર કરીને એક વિશાળ સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રદેશ કક્ષાએથી લઈને જિલ્લા કક્ષા અને લોકસભા કક્ષા સુધી અનેક નિમણૂકો કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!