સુરત મહાનગરપાલિકા એ સુરત શહેરમાં એક દિવસ માટે આ વસ્તુના વેચાણ પર લાદિયો પ્રતિબંધ,જાણો વિગતે

218

આજરોજ જ્યારે વિશ્વ પ્રાણી દિવસ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં એક દિવસ માંસનું વેચાણ નહીં કરવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે,સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જાનવરોનું માંસનું વેચાણ કરતા તમામ ધંધાર્થીઓને જણાવવામાં આવે છે.

4-10-2020 ના રવિવાર ના રોજ વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા વિસ્તારના કતલખાના અને રાંદેર વિસ્તારના કતલખાના આજરોજ બંધ રહેશે.સુરત મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલી મીટ શોપ.

પોલ્ટ્રી ફિશ શોપ, માસ મટન,ઈંડા, ચિકન અને મચ્છી ની કતલ તથા વેચાણ કરતા વ્યક્તિઓને પણ આજરોજ રવિવારના રોજ તમામ ધંધા બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

જે લોકો નિયમનો ભંગ કરશે તેમની સામે ધી BPMC એકટ અને ધી બોમ્બે પોલીસ એક્ટની અલગ-અલગ જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!