મોદી સરકારના કૃષિ સુધારા કાયદા વિરુદ્ધ વિપક્ષે કર્યું આ કાર્ય, જાણો સમગ્ર માહિતી

159

વિપક્ષના ભારે વિરોધ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે કરેલા કૃષિ સુધારા કાયદા અને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. આરજેડીના રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ સુપ્રીમ કોર્ટમાં કાયદા સામે અરજી કરી છે.મનોજ ઝાએ સંસદમાં પસાર કરવામાં આવેલા વેપાર ઉત્પાદન અને વાણિજ્ય સુવિધા કાનૂન 2020,કૃષિ મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા કરાર કાનૂન 2020 અને આવશ્યક વસ્તુ કાનૂન 2020 ને ભેદભાવ પૂર્ણ અને મનમાની રીતે લાગુ કરવામાં આવેલું કૃત્ય ગણાવ્યું છે.

સુપ્રીમ સમક્ષ તેમની દલીલ એ છે કે, આ કાયદાઓને કારણે ખેડૂતો મોટા મૂડીવાદીઓ ના શોષણ નો શિકાર થશે.બંને ગૃહોમાં પસાર થયા પછી આ કાયદાઓ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ હસ્તાક્ષર કર્યા હતા અને તે 27 સપ્ટેમ્બરથી લાગુ થયો હતો.

આ ત્રણેય કાયદા વિરુદ્ધ અગાઉ કોંગ્રેસના કેરળના સાંસદ ટી.એન.પ્રથપણ અને તમિલનાડુ ના ડીએમકે સાંસદ ત્રિચી શિવાએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

વડાપ્રધાન સહિત ભાજપના તમામ નેતાઓ આ કાયદાઓને ખેડૂત માટે હિતકારી ગણાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!