સુરત ભાજપ ના કાર્યકર ની ધરપકડ થતા પાટીદાર કાર્યક્રમો માં ભડકો, જાણો સમગ્ર મામલો.

Published on: 12:09 pm, Tue, 25 May 21

કતારગામ વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકર નિતેશ વાનાણી ની સાઇબર ક્રાઇમ માં ધરપકડ કરવામાં આવતા ભાજપના પાટીદાર કાર્યકર માં ભડકો થયો છે. ભાજપની તાનાશાહી ની વિરોધ માં ચાર વોર્ડ ના પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદેદારો રાજીનામા ધરી દીધા છે.

આગામી દિવસોમાં અન્ય વોર્ડમાંથી પણ સંગઠન ના હોદેદારો રાજીનામા ધરે તેવી શકયતા છે. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ અંગે સાઇબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કતારગામ વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકર અને સાઇબર યોદ્ધા તરીકે ઓળખાતા નિતેશ વાનાણી ની ધરપકડ કરવામાં આવી હતી.

ભાજપના સક્રિય કાર્યકર ની ધરપકડ ના વિરોધમાં આજરોજ બપોરે ચાર કલાકે પાટીદાર વિસ્તારના ચાર વોર્ડ ના સંગઠન ના હોદેદારો કાર્યકરો, માજી મહામંત્રી દામજી ભાઈ વાનાણી, માજી કોર્પોરેટર ભરત મોના વઘાસિયા મીનીબજાર ખાતે એકત્ર થયા હતા.

સંગઠન ના હોદેદારો ભાજપના જ કાર્યકરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ નો ઉગ્ર વિરોધ નોંધાવી રાજીનામા આપી દીધા છે.

વોર્ડ નંબર બે ના પ્રમુખ મનુભાઈ બલર, મહામંત્રી ગૌરવ ઇટાલિયા, વોર્ડ નંબર ત્રણ ના પ્રમુખ અરવિંદ ઢોલા અને મહામંત્રી સુરેશ ધામેલિયા, વોર્ડ નંબર ચાર ના પ્રમુખ મહેશ કાકડિયા, મહામંત્રી રાકેશ ભિકડિયા અને હસમુખ ડોબરીયા, વોર્ડ નંબર છ ના પ્રમુખ અરવિંદ બારડે એ તાત્કાલિક અસર થી રાજીનામું આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત ભાજપ ના કાર્યકર ની ધરપકડ થતા પાટીદાર કાર્યક્રમો માં ભડકો, જાણો સમગ્ર મામલો."

Leave a comment

Your email address will not be published.


*