સરકાર સોનાની જવેલરી પર લગાવવા જઈ રહી છે આ નવો નિયમ, જાણો વિગતે.

127

કેન્દ્ર સરકારે સોમવારે સોનાની જવેલરી અને કલાકૃતિઓ માટે ફરજિયાત રીતે હોલમાર્કિંગ ની વ્યવસ્થા લાગુ કરવાની ડેડલાઈન એક પખવાડિયા વધારીને 15 જૂન સુધી કરી દીધી છે.ઉપભોક્તા મામલાના મંત્રી પિયુષ ગોયલ ની અધ્યક્ષતા માં મળેલ બેઠકમાં આ નિર્ણય કરાવવામાં આવ્યા છે.

નવેમ્બર 2019 માં સરકારે ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓ પર હોલમાર્કીંગ 15 જાન્યુઆરી 2021 સુધીમાં ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી. જોકે જવેલર્સ મહામારી નું કારણ આપીને સમયમર્યાદા વધારવાની માંગ કરી હતી જેના કારણે તેને આગળ વધારીને 1 જૂન કરવામાં આવી હતી.

ગોલ્ડ હોલમાર્કિંગ સોનાની સુધતા ને પ્રમાણિત કરે છે અને હાલમાં તે ફરજિયાત નહિ પણ પોતાના પર છે. એક નિવેદન માં કહેવામાં આવ્યું છે કે,મહામારી ને ધ્યાનમાં રાખતા સરકારે સંબધિત પક્ષો સાથે તેને અમલમાં લાવવા અને તેની સાથે જોડાયેલા મુર્દા ના સમાધાન માટે વધારે સમય આપવાની માગ ને સ્વીકારી લીધી છે.

નિવેદન અનુસાર ગોલ્ડ જવેલરી પર હોલમાર્કિંગ વ્યવસ્થા 15 જૂન થી લાગુ થશે. આ પહેલા તે 1 જૂન 2021 થી લાગુ થવાની હતી. સરકારે 15 જૂન થી જવેલરી વેચવાની નવી સિસ્ટમના અમલ માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ હોલમાર્કિંગ ને લગતા સવાલ નું નિરાકરણ લાવશે.

આ સમિતિ ની બીઆઇએસ ના ડાયરેકટર પ્રમોદ તિવારી અધ્યક્ષ હશે. ઉપરાંત ઉપભોક્તા મામલાના વિભાગ ના એડિશનલ સેકેટરી નિધિ ખરે ને જવેલર્સ એસોસિએશન વેપાર અને હોલમાર્કિંગ એકમ નો પ્રતિનિધિ પણ તેમાં સામેલ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!