કોરોના વેક્સિન નો બીજો ડોઝ લીધા બાદ આટલા હજાર ડોકટર મરવાનો બાબા રામદેવ નો દાવો, બાબા રામદેવ નો નવો વીડિયો વાયરલ.

134

યોગ ગુરુ બાબા રામદેવ એલોપેથી અને મોર્ડન મેડિકલ સાયન્સ ને આપેલા પોતાના નિવેદન અને ફરીથી તેને પાછું લઈને પહેલાથી ચર્ચામાં છવાયેલા છે. એવામા સોમવારે બાબા રામદેવ નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહો છે. વાયરલ થયેલ વીડિયોમાં યોગ ગુરુ બાબા રામદેવે દાવો કર્યો છે.

કે ભારત માં કોરોના વાયરસ ની વેક્સિન નો બંને ડોઝ મળ્યા બાદ પણ 10,000 થી વધુ ડોકટરો ના મોત થઈ ગયા છે. આ વિડીયોના વાયરલ થયાના એક દિવસ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન રામદેવે ને કડક શબ્દોમાં એક પત્ર લખીને એલોપેથીક દવા પર પોતાના નિવેદન ને પાછા લેવા માટે કહ્યુ છે.

સોશિયલ મીડિયા પર બાબા રામદેવ ના એક પછી એક ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે આધુનિક ચિકિત્સા ની મજાક બનાવતા દેખાઈ રહ્યા છે. મોટાભાગના વિડિયો ક્લિપ જનતા સાથે રામદેવના યોગ પ્રદશન દૈનિક કાર્યક્રમ છે. આ વીડિયોમાં યોગ ગુરુ રામદેવ દર્શકોના એક સભ્ય ને વાયરસ સામે ફેફસાને મજબૂત કરવામાં યોગ ના અભ્યાસ ના ગુણો વિશે સલાહ આપતા દેખાય છે.

વીડિયોમાં એક છોકરી કહે છે કે તેના પિતાના ફેફસાનું ઇન્જેક્શન અનુલોમ વિલોમ કરવાથી સારું થઈ ગયું છે. જેના જવાબ માં બાબા રામદેવ કહે છે, ‘ હવે બોલો જો તમે પોતાના પિતાને હોસ્પિટલ માં લઇ જાત તો ખબર છે ને તે ક્યાં પહોંચી જતા. હવે હું બોલું છું તો કહે છે બાબા કેમ બોલે છે ?

હવે કહો 10 હજાર થી વધુ ડોકટરો તો વેક્સિન નો બીજો ડોઝ લઈને કોવિડ થી મરી ગયા. એક બીજા વીડિયોમાં બાબા રામદેવ ફરીથી ડોકટરો ની મજાક ઉડાવતા અને કોવિડ 19 વેક્સિન ની પ્રભાવશાળીતાનો ઉપહાસ કરતા સાંભળી શકાય છે.

બાબા રામદેવ કહે છે કે, વેક્સિન નો બીજો ડોઝ મળ્યા બાદ પણ 1 હજાર ડોકટરો ના મોત થયા છે. જો તે ખુદ ને ન બચાવી શકયા કયા પ્રકારના ડોકટર છે ? વીડિયોમાં રામદેવ કહે છે કે, જો તમે ડોક્ટર બનવા માંગતા હોય તો સ્વામીની જેમ બનો જેમની પાસે કોઈ ડિગ્રી નથી પરંતુ તે બધાના ડોકટરો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!