અચાનક જ જંગલમાં જતા પ્રવાસીઓની સામે ખૂંખાર વાઘ આવ્યો, પછી તો એવી જોવા જેવી થઈ કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 12:26 pm, Tue, 18 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. સોશિયલ મીડિયા પર ઘણી વખત જંગલી પ્રાણીઓ ના વિડીયો સામે આવતા હોય છે આવો જ એક વિડીયો સામે આવ્યો છે. વાઘની ગર્જના સાંભળીને ભલભલા લોકોને હાલત ખરાબ થઈ જાય છે, ત્યારે તમારી સાથે આવું બને અને વાઘ તમારી સામે આવી જાય તો શું થશે.

ચોક્કસથી તમારી હાલત પણ ખરાબ થઈ જશે, આજ સુધી આપણે વાઘ ના રહેણાક વિસ્તારમાં ફરતા ઘણા વીડિયો જોયા છે. તે સાથે ઘણી વખત તેના શિકાર પર હુમલો કરતા પણ જોવા મળે છે, વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટુરીસ્ટો ગાડીમાં બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે અચાનક જ વાઘ તેમની એકદમ નજીક આવી જાય છે અને તે બાદ લોકો બીકના માર્યા ત્યાંથી ભાગી છુટવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ વીડિયોમાં લોકોથી ભરેલી એક કાર જંગલની વચ્ચેના રસ્તા પરથી પસાર થતી જોઈ શકાય છે. આ દરમિયાન વાહનની બાજુમાંથી એક બાઈક બહાર આવતી દેખાય છે. તે પસાર થતા વાઘ તેમને જોઈને એકદમ નજીક આવી જાય છે અને ભયંકર દહાડ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલો વાઘ જોર જોરથી ગર્જના કરવા લાગે છે, જેને સાંભળીને કારમાં હાજર લોકો ડરથી ચીસો પાડે છે.

નવાઈની વાત એ છે કે જો ગાડીમાં સવાર લોકો સમયસર સ્થળ છોડીને ન નીકળ્યા હોત તો તે વાઘનો શિકાર બની જાત. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કારમાં બેઠેલા કેટલાક લોકો વાઘને જોઈને ડરી ગયા છે અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે બીકના માર્યા બૂમો પાડવા લાગે છે, આ દરમિયાન વાહનમાં હાજર મહિલાઓ ડ્રાઇવરને જલ્દીથી નીકળી જવાનું કહે છે.

વીડિયોમાં એક મહિલાનો અવાજ સંભળાઈ રહ્યો છે જે ખૂબ જ ડરી ગઈ છે અને તે ડ્રાઇવરને કહે છે, “ભૈયા જલ્દી ચલો… હો ગયા”. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે જેને જોઈને લોકો ચોકી ગયા છે. માત્ર 30 સેકન્ડનો આ વીડિયોને અત્યાર સુધીમાં 728.2k વ્યૂઝ મળ્યા છે.

જ્યારે વીડિયોને 8 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, વિડીયો શેર કરતી વખતે કેપ્શન માં લખ્યું છે ભાઈ જલ્દી કરો… થઈ ગયું. વીડિયો જોનારા યુઝર્સ તેના પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેને સિંહને જોયો પણ સિંહ સામે આવી ગયો હોત તો શું થાત. તો કોઈક કહી રહ્યું છે એટલી જ બીક લાગે છે તો બહેન જોવા જ કેમ નીકળ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અચાનક જ જંગલમાં જતા પ્રવાસીઓની સામે ખૂંખાર વાઘ આવ્યો, પછી તો એવી જોવા જેવી થઈ કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*