પોલીસની ભરતીની તૈયારી કરી રહેલા યુવકનું અકસ્માતમાં કરુણ મોત, અકસ્માત આટલો ભયંકર હતો કે… માસુમ દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 12:21 pm, Tue, 18 July 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ઘણી વખત તમે એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની ભૂલના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો શિકાર બનતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક અજાણ્યા વાહને સામેથી આવતી બાઈક અને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ફૂટબોલની જેમ હવામાં ફંગોળ આવીને પાછળથી આવી રહેલા બળદ સાથે અથડાયો હતો. આ કારણોસર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના રાજસ્થાનના સિકરમાંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ રાજપાલ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. રાજપાલ કોચિંગમાં અભ્યાસ કરીને રાજસ્થાન પોલીસની તૈયારી કરી રહ્યો હતો. રવિવારના રોજ સાંજના સમયે તે વોચિંગ માંથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં સામેથી આવી રહેલા અજાણ્યા વાહને રાજપાલની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે રાજપાલ હવામાં ફંગોળાઈને પાછળ દોડતા બળદ સાથે અથડાયો હતો. જેના કારણે રાજપાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો રાજપાલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે વધુ સારવાર માટે તેને જયપુર મોકલી આપ્યો હતો.

જ્યાં જયપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજપાલનું મોત થયું હતું. રાજપાલના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મળતી પામેલા યુવક ના લગ્ન 2021 માં થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રાજપાલનું મોત થતા જ એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "પોલીસની ભરતીની તૈયારી કરી રહેલા યુવકનું અકસ્માતમાં કરુણ મોત, અકસ્માત આટલો ભયંકર હતો કે… માસુમ દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*