વલસાડમાં હોટલમાં વેઇટર તરીકે કામ કરતા યુવકનું અચાનક જ દર્દનાક મોત… જાણો હોટલમાં એવું તો શું બન્યું હશે…

Published on: 3:27 pm, Sun, 5 November 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નાની ઉંમરના લોકોમાં અચાનક જ મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે વલસાડમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. વલસાડના ગુંદલાવ હાઇવે પર હોટલમાં વેઇટર તરીકે કામ કરતો એક યુવાન અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો અને પછી તેનું મોત થઈ ગયું હતું.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. પ્રાથમિક તપાસ અનુસાર યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું સાચું કારણ જાણવા મળશે.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ નરેશ વસાવા હતું. નરેશ ડેડીયાપાડા નો રહેવાસી હતો અને તે હોટલમાં વેઈટરનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. નરેશ હોટલ પર મોડી રાત્રે પોતાની કામગીરી પૂર્ણ કરીને પોતાના રૂમ પર જવા માટે નીકળ્યો,

ત્યારે અચાનક જ તે હોટલના પાછળના ભાગમાં જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર પછી હોટલના સંચાલકે ઘટનાની જાણ 108 ને કરી હતી. પછી 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ નરેશ સીપીઆર આપવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં.

નરેશના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. નરેશ ના મોતનું સાચું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવવાના કારણે તેનું મોત થયું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વલસાડમાં હોટલમાં વેઇટર તરીકે કામ કરતા યુવકનું અચાનક જ દર્દનાક મોત… જાણો હોટલમાં એવું તો શું બન્યું હશે…"

Leave a comment

Your email address will not be published.


*