અંગદાન એ જ મહાદાન…! પાલીતાણામાં પરિવારના મોભીનું બ્રેઈન ડેડ થતાં પરિવાર અંગદાન કરીને માનવતા મહેકાવી… 3 લોકોને મળશે નવજીવન…

ગુઆજકાલ સોશિયલ મીડિયા પર અંગદાનના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. રાજ્યમાં દિવસેને દિવસે અંગદાનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ પાલીતાણા તાલુકા સમઢીયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા નોંઘણવદર ગામના આધેડનું તારીખ 1 ને બુધવારના રોજ સાંજના સમયે સમઢીયાળા અને નોંઘણવદર રોડ વચ્ચે અકસ્માત થતા તેમને પ્રથમ પાલીતાણા બાદ ભાવનગર ની બીમ્સ હોસ્પિટલમાં ડોક્ટર રાજેન્દ્ર કાબરીયાની દેખરેખ હેઠળ સારવાર માટે દાખલ કરાયા હતા.

જ્યાં તેમને બ્રેઇન હેમરેજ થયા બાદ ડોક્ટર કાબરીયાએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. જે બાદ પરિવારજનોને અંગદાન માટે સમજાવતા પરિવારજનો દ્વારા લીવર તથા બંને કિડનીના અંગદાન નો નિર્ણય કરાતા આજે સવારે બિનસ હોસ્પિટલ ખાતેથી ભાવનગર પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવી અંગદાનને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો નોંઘણવદર ગામે રહેતા અને સમઢીયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા મહેશભાઈ બોઘાભાઈ મારુ બુધવારે સાંજના સમયે શાળાએથી છૂટ્યા બાદ પોતાનું બાઈક લઈને સમઢીયાળા થી નોંઘણવદર તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં અકસ્માત થતા તેમને નોંઘણવદરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમને વધુ સારવાર માટે ત્યાંથી ભાવનગર બીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર રાજેન્દ્ર કાબરીયા દ્વારા બ્રેઈન હેમરેજ થયું હોવાનું જણાવેલ અને બે દિવસ રાહ જોયા બાદ આજે તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.

મહેશભાઈ ના પરિવારને અંગદાન વિશે માહિતી આપતા પરિવારજનો અંગદાન માટે તૈયાર થયા હતા. આથી લીવર તથા બંને કિડનીનું અંગદાન કરવામાં આવ્યું હતું અને બપોરે ભાવનગર પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવી બીમ્સ હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અંગો મોકલવામાં આવ્યા હતા.

આ અંગે મહેશભાઈના પરિવારજનો તેમના પુત્ર તથા તેના ભાઈએ ડોક્ટર કાબરીયા ના જણાવ્યા અનુસાર કોઈની જિંદગી બચી શકતી હોય તેવા હેતુથી અંગદાન નો પરિવાર દ્વારા નિર્ણય કરાયો છે. પરિવારના આ નિર્ણયથી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*