ગુજરાત રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે રાજ્યની રૂપાણી સરકારની મોટી જાહેરાત,જાણો

Published on: 3:30 pm, Tue, 22 December 20

ભારતમાં કેટલાક રાજ્યોમાં શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે તેના કારણે ગુજરાત રાજ્યમાં પણ શાળાઓ અને કોલેજો ચાલુ કરવામાં આવશે કે નહીં તે મુદ્દો હાલમાં ચર્ચામાં ચાલી રહ્યો છે. ગુજરાત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે,રાજ્યમાં શાળાઓ શરૂ કરવાની હાલમાં રાજ્ય સરકારની કોઇ વિચાર નથી અને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સ્પષ્ટતા કરી છે.તેમને કહ્યું કે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપી દેવાશે એવી વાતો ચાલી રહી છે.

પણ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપવા અંગે સરકારે કોઈ નિર્ણય લીધો નથી.ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપવા કે શાળાઓ શરૂ કરવા અંગે રાજ્ય સરકાર યોગ્ય સમય નિર્ણય લેશે પરંતુ હાલમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન અપાશે એવી વાતોમાં નહીં આવવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાત સરકારે 23મી નવેમ્બરથી રાજ્યમાં શાળા-કોલેજો શરૃ કરવાનો નિર્ણય લીધો હતો.

કોરોના કેસ વધતા આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો અને હવે આ સત્ર માં અંત સુધી માં શાળાઓ શરૂ થાવ તેવી શક્યતા વર્તાઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!