કૃષિ કાયદાની વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને મુર્દે આજરોજ ખેડૂતો લઈ શકે છે આ મોટો નિર્ણય.

176

કૃષિ કાયદાની વિરુધ્ધમાં ચાલી રહેલા આંદોલન નો એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે. દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે હજારો ખેડૂતો સીમા પર અડગ છે અને પોતાની માંગ પૂરી કરવાનું કહી રહ્યા છે. નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે ગતિરોધ ચાલુ છે અને ગઈકાલથી ખેડૂતો એક જૂથમાં ઉપવાસ કરવાના છે.સરકારે ખેડૂતોને વાતચીત કરવા માટે બોલાવ્યા છે અને તેમને તારીખ આપવા કહેવાયું છે.

એવામાં આજે ખેડૂત સંગઠનની બેઠક કરવામાં આવશે અને આ બેઠકમાં સરકારના પ્રસ્તાવને લઈને એક મોટો નિર્ણય લેવાઈ શકે છે.ખેડૂતોએ પોતાનું આંદોલન લાંબો ચલાવવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી, પરંતુ હવે ધીમે ધીમે ઘણા તબક્કાઓ સામે આવી રહ્યા છે. ખેડૂતોએ ફરી એક વખત એક દિવસ ઉપવાસ રાખવાનું નક્કી કર્યું છે.

સોમવારે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો પોતાનો ઉપવાસ સમાપ્ત થશે જ્યારે બીજો ગ્રુપ ઉપવાસ કરશે. 23મી ડિસેમ્બરે કિસાન દિવસ નિમિત્તે ખેડૂતોનું કહેવું છે કે આ દિવસે લોકો પોતાના ઘરે બપોરનું જમવાનું ન જમે અને ખેડૂતોને આંદોલનને સમર્થન કરે.

25 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર સુધી હરિયાણાના તમામ ટોલનાકા સંપૂર્ણ મુકત રહશે અને ખેડૂતોના હવાલે રહેશે. આ દરમિયાન કોઈએ ટોલ આપવાની જરૂર નહીં પડે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!