મોટા સમાચાર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર

Published on: 10:43 am, Tue, 22 December 20

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના સંભવિત કાર્યક્રમો અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 20મી જાન્યુઆરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું જાહેરનામું પ્રસિદ્ધ થઈ જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતમાં 6 મહાનગર પાલિકા,81 નગરપાલિકા,31 જીલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત 20 મી જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થશે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને એકબીજાને સમાંતર આપે છે.

જાન્યુઆરીના અંત સુધીમાં ઉમેદવારીપત્ર ભરાશે અને ફેબ્રુઆરીની મધ્યમાં મતદાન થશે અને ત્યારબાદ પરિણામો આવશે.જાન્યુઆરીમાં કઈ ચૂંટણી જાહેર થશે તેના પર એક નજર કરીએ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આવતા મહિને છ મહાનગરપાલિકાઓની ચૂંટણી જાહેર થશે.

81 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થશે.31 જિલ્લા પંચાયતની અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થશે. જેમાં છ મહાનગરપાલિકાઓની ચૂંટણી જાહેર થવાની છે.

તેમાં અમદાવાદ, રાજકોટ,વડોદરા,જામનગર,સુરત અને ભાવનગર મહાનગરપાલિકામાં સામેલ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!