રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં BPL કાર્ડ ધારકો ને આપી મોટી રાહત,25 રૂપિયા સસ્તું મળશે પેટ્રોલ ડીઝલ

Published on: 11:04 am, Fri, 7 January 22

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરને જણાવ્યું કે 26 જાન્યુઆરી થી બીપીએલ કાર્ડ ધારકોને 25 રૂપિયા સસ્તુ પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે. હાલમાં ઝારખંડમાં પેટ્રોલ 98.80 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે અને હવે મુખ્યમંત્રીની જાહેરાત બાદ એક લીટર પેટ્રોલ 75.52 રૂપિયામાં મળશે.

આપને જણાવી દઇએ કે આ યોજના ફક્ત બીપીએલ કાર્ડ ધારકો માટે છે તે સિવાયના લોકો એ તો જૂના ભાવે પેટ્રોલ અને ડીઝલ પૂરાવવાનું રહેશે.

આપણે જણાવી દઈએ કે દરરોજ વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલની કિમંત ફેરફાર થતો જોવા મળે છે.ભારતીય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન ના જણાવ્યા મુજબ દિલ્હીમાં 95.15 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ ના ભાવ છે.અને ડીઝલ ની વાત કરવામાં આવે તો 86.87 રૂપિયા પ્રતિ લિટર છે.

મહાનગરોની વાત કરવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલ સૌથી સસ્તું અને મુંબઈમાં સૌથી મોંઘું વેચાઈ રહ્યું છે.સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલાય છે.સવારે 6:00 નવા ભાવ લાગુ કરવામાં આવે છે.

પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડીયા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે.તમે પણ તમારા શહેરની પેટ્રોલ-ડીઝલની કિંમત જાણવા ઈચ્છતા હોય તો એસ.એમ.એસ દ્વારા જાણી શકો છો.ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે અને તમે તરત જ ભાવ જાણી શકશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં BPL કાર્ડ ધારકો ને આપી મોટી રાહત,25 રૂપિયા સસ્તું મળશે પેટ્રોલ ડીઝલ"

Leave a comment

Your email address will not be published.


*