આણંદમાં રોડ પર જઈ રહેલી BMW કારમાં અચાનક આગ લાગી ઉઠી, કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ…

Published on: 10:52 am, Fri, 7 January 22

આણંદ સોજીત્રા રોડ પર એક BMW ઘરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આણંદ સોજીત્રા રોડ પર પીપળાવ ગામ નજીક બની હતી. આ ઘટના બનતા ચકચાર મચી હતી. સાધનામાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી તેના કારણે હાઇવે રોડ પર ટ્રાફિક જામ પણ થયું હતું.

મળતી માહિતી અનુસાર ગોધરાના રહીશ અસરફ દળી પોતાના મિત્રની GJ 06 DG 2281 નંબરની બી.એમ.ડબલ્યુ કાર લઈને ભાવનગર ધંધાના કોઈ કામ માટે નીકળ્યા હતા. ત્યારે તેમની કાર આણંદના સોજિત્રા રોડ પર પુરપાટ ઝડપે જતી હતી.

ત્યારે અચાનક ચાલુ કાર માંથી ધુમાડા નીકળવાનું શરૂ થઈ ગયું હતું. જેના કારણે કારચાલકે તાત્કાલિક કારને રોડ પર ઊભી રાખી દીધી અને કારચાલક સહિત અન્ય લોકો યોગ્ય સમયે કારમાંથી નીચે ઉતરી ગયા હતા.

અને નીચે ઉતર્યા બાદ કારચાલકની સામે જોતજોતામાં આખી કારમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં કાર બળીને સંપૂર્ણ રીતે ખાખ થઇ ગઇ હતી. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

આ ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘટના બની ત્યારે યોગ્ય સમયે તમામ લોકો કારમાંથી નીચે ઉતરી ગયા હતા તેના કારણે કોઇ મોટી ઘટના બની ન હતી. સમગ્ર ઘટનાને લઇને સોજીત્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આણંદમાં રોડ પર જઈ રહેલી BMW કારમાં અચાનક આગ લાગી ઉઠી, કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ…"

Leave a comment

Your email address will not be published.


*