વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ચુંટણી માટેની તૈયારીઓ શરૂ, નવા મુખ્યમંત્રી માટે આ ચૂંટણી બની શકે છે પડકારરૂપ

Published on: 10:55 am, Sun, 10 October 21

ગુજરાતમાં ડિસેમ્બર 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આ વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર 2021 માં મુદત પૂર્ણ થતી.10312 ગામ પંચાયતની ચૂંટણી માટે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. સરકારે રોટેશન બેઠકોનો એક અહેવાલ ચૂંટણીપંચને મોકલ્યો છે.

ગામ પંચાયતની ચૂંટણીઓ સામાન્ય રીતે રાજકીય પ્રતીક પર લડાતી નથી તેથી કેટલીક પંચાયત કઈ પાર્ટી ને મળે છે તે નિશ્ચિત બનતું નથી. પ્રત્યેક પાર્ટીઓ સમર્થિત ઉમેદવાર ની જીત ના માત્ર દાવા કરી શકે છે.ગામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

ગામડા ના વિકાસ માટે 2001 થી રાજ્ય સરકાર વધારાના ગ્રાન્ટ ફાળવી શકે તે માટે પ્રત્યેક ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયત નો કોલ આપતી હોય છે અને 15 થી 20 ટકા પંચાયતોમાં ચૂંટણી નહિ પણ સરપંચ ની પસંદગી થતી હોય છે.

રાજ્યમાં તાજેતરમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ માટે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ પડકાર બની ને આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!