કોંગ્રેસની મોટી જાહેરાત,કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે આ દિગ્ગજ નેતાનું નામ ચર્ચામાં

76

કોંગ્રેસ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે 16 ઓક્ટોબર સવારના દસ વાગે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ ટ્વિટ કરીને આ બેઠકના એજન્ડામાં દેશની વર્તમાન રાજકીય સ્થિતિ અને આગામી વિધાનસભાની ચૂંટણી અને પાર્ટીની સંગઠનની ચૂંટણીઓ થશે.

છેલ્લા થોડા દિવસોથી કોંગ્રેસના સીનિયર નેતાઓ પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાની માંગ કરી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે પણ બેઠક બોલાવવાની માંગ કરી હતી.આઝાદે સોનિયા ગાંધીની પત્ર લખીને આગ્રહપૂર્વક જણાવ્યું કે

પાર્ટી સબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા માટે CWC ની બેઠક બોલાવી જોઈએ.CWC કોંગ્રેસમાં નિર્ણયો લેનાર મોટી કમિટી છે.CWC નો નિર્ણય ફાઈનલ હોય છે.16 ઓક્ટોબરે મળનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નવા અધ્યક્ષ અંગે પણ મંથન થશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

સોનિયા ગાંધીને ફુલટાઈમ અધ્યક્ષ બનાવવા કે પછી બીજા કોઈ નેતાને કોંગ્રેસની કમાન સોંપવી તે અંગે પાર્ટીમાં મંથન ચાલશે. પાર્ટીના અધ્યક્ષ તરીકે કમલનાથ નું નામ ચર્ચાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!