પીએમ કિસાન યોજના ને લઈને આવ્યા મોટા સમાચાર,ફટાફટ આ કામ કરી લેજો નહીંતર…

51

જો ખેડૂતોની અરજીમાં કોઈપણ પ્રકારની ભૂલ હશે તો તેમની અરજી સ્વીકારવામાં આવી રહી નથી. મળતી માહિતી અનુસાર કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલી કેટલીક વેરીફાઈડ અરજીઓમાં PFMS દ્વારા ફંડ ટ્રાન્સફર સમયે અનેક પ્રકારની ભૂલો જોવા મળી છે.

તેના કારણે કિસાન સન્માન નિધિ ની રકમ ટ્રાન્સફર થતી નથી.અરજીઓમાં આ ભૂલો સુધારવા માટે પરત મોકલવામાં આવી રહી છે.કૃષિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે 12.26 કરોડથી વધુ લોકો નોંધાયેલા છે.

RFT સાઈન એટલે કે ફંડ ટ્રાન્સફર માટેની વિનંતી પર 10.59 કરોડથી વધુ ખેડૂતોના હસ્તાશર થયા હતા.આ પછી,10.50 કરોડથી વધુ ખેડૂત પરિવારોની FTO જનરેટ થઈ એટલે કે ફંડ ટ્રાન્સફર કરવાના ઓર્ડર આપવામાં આવ્યા.72 લાખ થી વધુ એવા ખેડૂતો છે.

જેમની ચુકવણી કોઈ કારણોસર નિષ્ફળ થઈ છે જ્યારે 58.50 લાખથી વધુ ખેડૂતો નો હપ્તો માહિતી જાહેર ન કરવાના કારણે અટકી ગયો છે.ખેડૂતોનું નામ અંગ્રેજીમાં હોવું જોઈએ.જે ખેડૂતોનું નામ એપ્લિકેશન માં હિન્દી માં દેખાય તે નામમાં ફેરફાર કરો.ખેડૂતે પોતાની બેંક શાખામાં જઇને આધાર અને અરજીમાં આપેલ નામ મુજબ પોતાનું નામ નોંધાવવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!