રાજ્યમાં કોરોનાવાયરસ કાબુમાં ન આવતા આ વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉન

262

રાજ્યમાં કોરોનાવાયરસ ના વધતા જતા કેસો વચ્ચે અર્થતંત્રને પાટે ચડાવવા સરકાર દ્વારા એક પછી અનલૉક ની પ્રક્રિયા હાથ ધરાય છે. કોરોનાવાયરસ પર કાબૂ મેળવવા રાજ્ય ના લોકો સ્વયંભૂ લોકડાઉન રસ્તો અપનાવી રહ્યા છે. આજરોજ રાજકોટ, ખેડબ્રહ્મા અને જૂનાગઢના લોકોએ સ્વેચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કોરોના નું સંક્રમણ વધી જતા આજથી આઠ દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન અમલમાં રહેશે.

જીવન જરૂરી ચીજો માટે બજાર સવારે 8 થી 11 ખુલ્લુ રહેશે. નગરપાલિકા દ્વારા નગર ની શેરીએ શેરીએ જાહેરાત કરી આઠ દિવસ માટે સ્વયંભૂ બજાર બંધ રાખવા અપીલ કરાઇ છે.જોકે,આ વચ્ચે આવશ્યક સેવાઓ .

જેમ કે,દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે.જૂનાગઢના કોયલાણા ગામમાં સ્વયંભૂ લોકડાઉન લાગુ કરી દેવાયું છે. માણાવદરના કોયલાણા ગામમાં 25 કેસ નોંધાયા છે.

કેસમાં અડીખમ વધારો થતાં કોયલાણા ગામના સરપંચે સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગામમાં સવારે 8 થી 10 અને સાંજે 4 થી 6 દુકાનો ખુલ્લી રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!