કોરોના ના વધતા જતા સંક્રમણને જોતા શિક્ષણ વિભાગ દ્વારા શાળા ચાલુ થવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે દિવાળી સુધી રાજ્યની એક પણ શાળા ચાલુ થશે નહીં. દિવાળી બાદ હવેથી નવું સત્ર ચાલુ કરવામાં આવશે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા હાલ ઓનલાઈન શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
શાળાઓ ચાલુ થશે કે નહીં તે અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પણ મૂંઝવણમાં હતા.આ અંગે સરકાર દ્વારા આજરોજ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દિવાળી સુધી એક પણ શાળા ચાલુ થશે નહીં. કોરોનાનુ સંક્રમણ જોતા દિવાળી બાદ વિચારણા કરીને શાળાઓ ચાલુ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!