આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ ની આગાહી, આ વિસ્તારમાં રહેતા લોકો થઈ જાઉ સાવધાન!

Published on: 4:19 pm, Mon, 14 September 20

રાજ્યમાં આવનારા ત્રણ દિવસ વરસાદ મન મુકીને વરસસે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. બંગાળ ની ખાડી અને અરબ સમુદ્રમાં પ્રેસર સર્જાતાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાતથી રાજ્યભરમાં વરસાદ આવી રહ્યો છે.

બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તોફાની પવન સાથે વરસાદની આગાહી છે. 16 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધી શકે છે. વરસાદનું જોર લો પ્રેશરના કારણે વધી શકે છે.14 અને 15 સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. રાજ્યમાં છેલ્લા સાત દિવસોથી મેઘરાજા શાંત હતા.

ફરી પાછા ગઈકાલથી મેઘરાજાએ વરસવાનું ચાલુ કરી દીધું છે.દ્વારકા, ભરૂચ,નવસારી, સુરત, વલસાડમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ, ખેડા,ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઝાપટા રહેવાની સંભાવનાઓ છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા માં પણ વરસાદી ઝાપટા પડશે. વેરાવળ, ભાવનગર, અમરેલી, પોરબંદરમાં વરસાદ ની શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ ની આગાહી, આ વિસ્તારમાં રહેતા લોકો થઈ જાઉ સાવધાન!"

Leave a comment

Your email address will not be published.


*