મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો કોરોના રિપોર્ટ, આવ્યું આ પરિણામ

Published on: 4:50 pm, Mon, 14 September 20

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના નો રિપોર્ટ કરાવ્યો હતો. આપણે જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને લોકોને વિનંતી કરી છે કે રાજ્યના લોકો ને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મુખ્યમંત્રી સહિત તેમના નિવાસ સ્થાને ઉપસ્થિત સ્ટાફને પણ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો.

વિજય રૂપાણી ટ્વિટર દ્વારા કોરોના રિપોર્ટ કરાવ્યો હોવાની માહિતી આપી હતી.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વધુ એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ગઈકાલે તેમનો બીજો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા 8 મી સપ્ટેમ્બરે પહેલો RTPCR ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન સતત રેલી અને સભા કરતા તેઓ કોરોના સંક્રમિત થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!