રાજ્ય સરકારના બોર્ડ નિગમના ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટર ના પદો પર રાજકીય ન્યુટી કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દબાણ વધાર્યું છે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને આ નિયુક્તિ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. ભાજપના કાર્યકરો અને આગેવાનોને ઉત્સાહ જાળવી રાખવા સી.આર.પાટીલ હાલ કામ કરી રહ્યા છે.
સૂત્રોની માહિતી મુજબ 25 જેટલા બોર્ડ નિગમમાં રાજકીય નિયુક્તિ કરવામાં આવી શકે છે.આ નિયુક્તિમાં માત્ર ચેરમેન અને વાઇસ ચેરમેન જ નહીં પરંતુ ડિરેક્ટર પણ નિયુક્તિ થઈ શકે છે.ડિરેક્ટર માટે સરકારી સાહસો માં 1200 જેટલી જગ્યાઓ છે.
સીઆરપાટીલે સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન અનેક રજૂઆતો સાંભળી છે.મોટાભાગના કાર્યકર્તાઓ કહે છે કે સરકારના જાહેર સાહસો કે જેમાં ભૂતકાળની સરકારો રાજકીય નિયુક્તિ કરતી હતી તેવી નિયુક્તિ અત્યારે સરકાર માં થતી નથી.
આ કામ પહેલા કરવાની જરૂરિયાત છે.કેટલીક ફરિયાદો એવી પણ સામે આવી હતી કે સરકારી સાહસો માં અધિકારીઓનું રાજ હોવાથી પાર્ટીના આગેવાનો કે કાર્યકરો નું કોઈ સાંભળતું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ ” ગુજ્જુરૉકઝ ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!