રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર, કૃષિમંત્રીએ મગફળીની ખરીદી ને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Published on: 5:42 pm, Mon, 14 September 20

ગાંધીનગરમાં રાજ્ય સરકારના કૃષિ મંત્રી ની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. મગફળી ખરીદી મુદ્દે નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર ખેડૂત રજિસ્ટ્રેશન કરાવી શકશે અને 20 ઓક્ટોબર સુધી આ નોંધણી થઇ શકશે.કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, 21 ઓક્ટોબર મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવશે.

કૃષિમંત્રી રાજ્યના વરસાદને લઈને કહ્યું હતું કે, રાજ્યમાં સારો વરસાદ થયો છે અને આગામી ઉનાળામાં પણ ખેડૂતો સારો પાક લઇ શકશે.આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે,મગફળીની ખરીદી ની પ્રક્રિયા નવ દિવસ સુધી ચાલશે અને અધિક માસના કારણે મગફળી ખરીદી પ્રક્રિયા વહેલી થશે.

ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં વધારે પ્રમાણમાં પડેલા વરસાદને પગલે ઘણા બધા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. આ અંગે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, જે કાંઈ પણ નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવશે.

તેમણે નુકસાનીના સર્વે કરવામાં આવેલી કામગીરી અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 13 લાખ હેક્ટર માં સંભવિત નુકસાન થયું છે અને હાલ ત્રણ લાખ હેક્ટરમાં સર્વે કામ પૂર્ણ થયું કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!