ખેડૂત આંદોલનને લઈને સોનિયા ગાંધીએ આપ્યું મોટું નિવેદન, મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે…

223

રવિવારના રોજ એટલે કે આજરોજ ખેડૂત આંદોલન મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.તેમને રવિવારના રોજ કહ્યું હતું કે દેશની આઝાદી પછી પહેલી વાર આવી અહંકારી સરકાર સત્તા પર આવી છે.જેને અનદાતા ઓ ની વેદના દેખાતી નથી અને તે જ સમયે તેઓએ નવા કૃષિ કાયદા તાત્કાલિક પાછા ખેંચવાની માંગ પણ કરી હતી.તેમના નિવેદન માં જણાવ્યું.

લોકશાહીમાં લોકોને ભાવનાઓને અવગણના કરતી સરકારો અને તેમના નેતાઓ લાંબા સમય સુધી શાસન કરી શકતા નથી.સોનિયા ગાંધીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે મોદી સરકારે સત્તાના અહંકારને છોડીને તુરત બિનશરતી ધોરણે ત્રણે કૃષિ કાળા કાયદાઓ પાછા ખેંચવા જોઈએ.

અને ઠંડી અને વરસાદ માં મૃત્યુ સામે ઝઝૂમી રહેલા ખેડૂત આંદોલન સમાપ્ત કરાવવું જોઇએ. મારા રાજધર્મ છે અને અંતમાં ખેડૂતોને સાચી શ્રદ્ધાંજલિ પણ છે.

તેમને કહ્યું કે મોદી સરકારે કેન્દ્રમાં યાદ રાખવું જોઈએ કે લોકશાહી નો અર્થ લોકો અને ખેડૂતોના હિતોનું રક્ષણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!