સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી,જાણો વિગતે

250

આમ આદમી પાર્ટીએ રવિવાર ના રોજ કહ્યુ હતું કે, ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ સીટો પર રાજ્યના ઉમેદવારો ઊભા રાખશે અને પાર્ટીમાં 504 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.ભારતીય વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં સત્તાધારી ભાજપ સામે મજબૂત વિકલ્પ બનીને ઉભરશે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને દિલ્હીના ધારાસભ્ય આતિશીએ ગુજરાતમાં નગરપાલિકા,નગર નિગમ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સ્થાનિક ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ ચૂંટણી સંભવત ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે.

અતિશીએ કહ્યુ કે, આમ આદમી પાર્ટી રાજ્યમાં પહેલીવાર સ્થાનિક ચૂંટણીમાં તમામ સીટો પર લડશે અને આ સાથે જ પાર્ટી ભાજપનો મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરશે અને આમ આદમી પાર્ટી ભાજપને સત્તામાંથી બહાર ફેંકવાનું કામ કરશે. વધુમાં કહ્યું હતું કે, પાર્ટી ગુજરાતમાં ફક્ત સ્થાનિક ચૂંટણી નહીં.

પણ વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ પણ લડાશે. ગુજરાતમાં લોકો વિકલ્પ માગી રહ્યા છે.ગુજરાતની પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા જણાવ્યું કે જે 504 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે તેમાં 31 ટકા મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

આપને જણાવી દઇએ કે નવેમ્બર માં આ ચૂંટણીઓ યોજાવાની હતી પણ કોરોના ને કારણે તેને ત્રણ મહિના માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!