કૃષિ કાયદાને લઈને મુકેશભાઈ ના રિલાયન્સએ આપ્યું મોટું નિવેદન,જાણો

Published on: 5:40 pm, Mon, 4 January 21

કેન્દ્રની મોદી સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તેમાં એવા આરોપો લાગી રહ્યા છે કે આ કાયદાથી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને મદદ થઈ રહી છે ત્યારે મુકેશભાઇના રિલાયન્સ કંપની હવે ખુલીને મેદાનમાં આવી છે.કૃષિ કાયદાને લઈને તેઓએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આ આંદોલનમાં એવા આરોપો લાગી રહ્યા છે કે આ કાયદાના કારણે એમએસપી સમાપ્ત થઈ જશે જેના કારણે અંબાણી અને અદાણીને ખૂબ મોટો ફાયદો થવાનો છે.

ટાવર માં ખૂબ મોટી તોડફોડ કરવામાં આવી હતી.આ ઘટનાની સામે રિલાયન્સ હાઇકોર્ટમાં સુરક્ષાને લઇને અરજી કરી છે.રિલાયન્સ કંપની દ્વારા આજરોજ એક મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કંપનીએ લાગતા આરોપો પર સ્પષ્ટતા કરી છે કે કંપની નો કોન્ટ્રાક્ટ કે પછી કોર્પોરેટ ફાર્મિંગ માં આવવાનો.

કોઇ ઇરાદો કે પ્લાન નથી.કંપની એમ પણ કહ્યું છે કે.આજ સુધી ક્યારેય કોન્ટ્રાક્ટ કે પછી કોર્પોરેટ ફાર્મિંગ માટે એક પણ જમીન લેવામાં આવી નથી.નોંધનીય છે કે પંજાબમાં ખેડૂતોની આંદોલન વચ્ચે રિલાયન્સની સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી રહી છે ત્યારે કંપની એક અરજી પંજાબ અને હરિયાણામાં હાઈકોર્ટમાં કરી છે.

સંચાર માધ્યમો ના ઉપકરણો પર થયેલા હુમલાને લઈને અરજી કરવામાં આવી છે.કંપની અરજીમાં માંગ કરી છેકે હાઇકોર્ટ દ્વારા કંપનીના કર્મચારીઓને સંપત્તિની સુરક્ષા માટે આદેશ આપે.કૃષિ કાયદાના વિરોધમાં જયારે ખેડૂતો વિરુદ્ધ કરી રહી છે ત્યારે રિલાયન્સ બહાર આવીને પોતાનો પક્ષ મૂકતા મહત્વનું નિવેદન આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!