ગુજરાત રાજ્યમાં ઉતરાયણની ઉજવણી નો મુદ્દો પહોંચ્યો હાઇકોર્ટે, હાઈકોર્ટે સરકારને આપ્યો આ આદેશ

Published on: 9:16 pm, Mon, 4 January 21

ઉતરાયણનો તહેવાર એટલે ગુજરાતીઓ માટે માત્ર તહેવાર જ નથી પરંતુ પતંગ અને દોરીમાં લાખો ગુજરાતીઓનો જીવ વસેલો છે તેવું કહેવું પણ કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય. કોરોના ના કપરા સમયમાં ગુજરાતી હોય તેવા ની ઉજવણી માં અનેક રીતે બંધ છોડ કરી જ છે. હાલમાં ઉત્તરાયણની ઉજવણી નો મામલો હાઈકોર્ટે પહોંચ્યો છે.

ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી ને મામલે સરકાર દ્વારા અને કડક નિયમો લાદવામાં આવ્યા છે પરંતુ કડક નિયમના કારણે લોકોનો મિજાજ બગડેલો જોવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યમાં ઉતરાયણ નો મુદ્દો હાઈકોર્ટે પહોંચ્યો છે.

કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે.સરકાર દ્વારા ઉત્તરાયણની ઉજવણી મામલે કડક માર્ગદર્શિકા અને આદેશો આપવામાં આવ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં ઉત્તરાયણની ઉજવણી પર.

મહામારીના સમયમાં સંપૂર્ણ રોક લગાવવાની માગણી કરવામાં આવી છે.કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ભીડને અટકાવવી જરુરી છે તેવી દલીલ સાથે અરજદાર એ અરજીમાં રજૂઆત કરી છે કે,સરકાર દ્વારા પોતાની કડક માર્ગદર્શિકામાં જેટલા લોકોને ધાબે ભેગા થવાની.

છૂટ આપવામાં આવી છે ત્યારે શું ખાતરી છે કે, આટલા લોકો ભેગા મળે તો કોરોના નહીં ફેલાય.અરજદારની અરજી મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા હુકમ કર્યો છે. આ મામલે આગામી શુક્રવાર સુધીમાં ખુલાસો કરવા માટે રાજ્ય સરકારને હાઇકોર્ટે હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે આગામી સુનાવણી 8 જાન્યુઆરીના રોજ થશે.ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આગામી 8 જાન્યુઆરીએ હાઈ કોર્ટની સુનાવણી પર દરેક લોકોની નજર રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!