રેલ્વે પ્લેટફોર્મ પર શાંતિથી ચાલતા-ચાલતા જતા સફાઈ કર્મચારી સાથે અચાનક કંઈક એવું બન્યું કે…કઠણ કાળજા વાળા લોકો જ વીડીયો જોજો…

Published on: 1:09 pm, Fri, 18 November 22

મિત્રો તમે રેલ્વે સ્ટેશન પર બનેલી ઘણી અવારનવાર ઘટનાઓના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં રેલ્વે સ્ટેશન પર બનેલી એક ચોકાવનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માનસિક રીતે બીમાર વ્યક્તિના કારણે એક સફાઈ કર્મચારીનો હાથ તેના શરીરથી અલગ થઈ જાય છે.

આ સમગ્ર ઘટના રેલ્વે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક સફાઈ કર્મચારી પ્લેટફોર્મ પર શાંતિથી ચાલતો જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ એક યુવક પાછળથી આવીને સફાઈ કર્મચારીને ધક્કો લગાવે છે.

જેના કારણે સફાઈ કર્મચારી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં નીચે પડી જાય છે. આ ઘટનામાં સફાઈ કર્મચારીના હાથ ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ અંબાલા કેન્ટ રેલવે સ્ટેશન પર રાત્રે 12:30 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ નંબર એક પર બની હતી.

જ્યારે રેલ્વે ફ્લેટ ફોર્મ પરથી જમ્મુ મેલ ટ્રેન પસાર થતી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટના બનતા જ રેલ્વે પ્લેટફોર્મ પર ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર માનસિક રીતે બીમાર એક વ્યક્તિને તેના પરિવારના સભ્યોએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

ત્યારે મહેન્દ્ર નામનો એક વ્યક્તિ ઓફિસેથી નીકળ્યા બાદ પ્લેટફોર્મ નંબર એક પર પોતાની ડ્યુટી પર જઈ રહ્યો હતો. આ દરમિયાન પ્લેટફોર્મ પર ઉભેલો માનસિક રીતે બીમાર યુવક મહેન્દ્રને પાછળથી આવીને જોરથી ધક્કો લગાવે છે. જેના કારણે મહેન્દ્ર ટ્રેન અને રેલ્વે પ્લેટફોર્મ વચ્ચેની જગ્યાની અંદર પડી જાય છે. આ ઘટનામાં મહેન્દ્રનો હાથ ટ્રેનની નીચે આવી ગયો હતો.

આ કારણસર તેનો હાથ શરીરથી અલગ થઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ મહેન્દ્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તો મહેન્દ્રની હાલત ખૂબ જ નાજુક છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રેલ્વે પ્લેટફોર્મ પર શાંતિથી ચાલતા-ચાલતા જતા સફાઈ કર્મચારી સાથે અચાનક કંઈક એવું બન્યું કે…કઠણ કાળજા વાળા લોકો જ વીડીયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*