પેટ્રોલ પુરાવી બાઈકની કીક મારતા બાઈક સવાર યુવક સાથે કંઈક એવું બન્યું કે, બાઈક અને યુવક બંને સળગી ગયા… હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…

Published on: 12:45 pm, Sun, 5 March 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ગયેલા બાઈક ચાલક સાથે કંઈક એવું બન્યું કે વીડિયો જોઈને હચમચી જશો. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં પેટ્રોલ પુરાવતી વખતે અચાનક જ બાઈકમાં આગ લાગે ઉઠતી હોય છે. પરંતુ આ વખતે તો પેટ્રોલ પુરાવ્યા બાદ જ્યારે બાઈકની કિક મારવામાં આવી ત્યારે અચાનક જ બાઈકમાં ભયંકર આગ લાગી ઉઠી હતી.

આ ઘટનામાં બાઈક સવાર યુવક આગની જપેટમાં આવી ગયો હતો. જ્યારે પાછળ બેઠેલો યુવક યોગ્ય સમયે આગળથી દૂર ભાગી ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ બાઈક સવાર યુવક સળગતી હાલતમાં પેટ્રોલ પંપ પર પોતાનો જીવ બચાવવા માટે દોડતો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

હાલમાં આ ભયંકર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.સમગ્ર ઘટના બન્યા બાદ પેટ્રોલ પંપ પર ભારે ભાગદોડ મચી ગઈ હતી. પેટ્રોલ પંપ પર હાજર તમામ લોકો દોડીને પેટ્રોલ પંપની બહાર જવા લાગ્યા હતા. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે કોઈ પણ માહિતી હજી ઉપલબ્ધ થઈ નથી. જેથી અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઈકમાં પેટ્રોલ પુરાવ્યા બાદ એક વ્યક્તિ બાઇકની કેક મારીને બાઇક શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાઈક શરૂ થતી નથી એટલા માટે તે પોતાની બાઈક જરાક આગળ ધકેલ તો જોવા મળી રહ્યો છે. વિડીયો જોતા એવું લગી રહ્યું છે કે બાઈક જ્યારે વ્યક્તિએ આગળ લીધી ત્યારે પેટ્રોલ પુરવાની નળી બાઈકમાં ફસાઈ ગઈ હતી અને જેના કારણે તેમાંથી પેટ્રોલ બહાર નીકળીને જમીન પર વિખરાઈ ગયું હતું.

ત્યાર પછી બાઈકની પાછળ બેઠેલો યુવક તરત જ બાઈક ની નીચે ઉતરી જાય છે અને બંને કાંઈ સમજે તે પહેલા તો અચાનક જ ભયંકર આગ લાગી ઉઠી હતી. આગ લાગતા જ બાઈક સવાર યુવક આગની જ પેટમાં આવી ગયો હતો. આ દ્રશ્યો જોઈને અન્ય લોકો પણ પેટ્રોલ પંપથી દૂર ભાગવા લાગ્યા હતા ત્યાર પછી બાઈક સવાર યુવક સળગતી હાલતમાં પેટ્રોલ પંપ પર દોડતો જોવા મળી રહ્યો હતો.

સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર SANJAY TRIPATHI નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પેટ્રોલ પુરાવી બાઈકની કીક મારતા બાઈક સવાર યુવક સાથે કંઈક એવું બન્યું કે, બાઈક અને યુવક બંને સળગી ગયા… હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*