સુરત રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં બેસવા જતા મુસાફર સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે…

Published on: 4:27 pm, Sat, 24 December 22

સુરત રેલ્વે સ્ટેશન પર બનેલ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્લેટફોર્મ નંબર 1 ઉપર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે એક મુસાફર સાથે કંઈક એવું બન્યું કે વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સફેદ કલરનો શર્ટ પહેરેલો એક વ્યક્તિ દોડીને ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે.

આ દરમિયાન યુવકનો પગ લપસે છે અને તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યામાં ફસાઈ જાય છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બનતા જ ત્યાં હાજર આરપીએફ જવાન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને યુવકનો જીવ બચાવી લે છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર મુંબઈ થી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રેનમાં ચડવા જતા એક મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યામાં ફસાઈ જાય છે. સુરત થી ટ્રેન અમદાવાદ જવા માટે ઉપડી રહ્યો છે ત્યારે એક મુસાફર દોડીને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે.

આ દરમિયાન તેનો પગ લપસે છે. જેના કારણે તે ટ્રેનમાં ચડી શકતો નથી અને નીચે પડી ગયો હતો. પડી ગયા બાદ યુવક સીધો ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયો હતો. ટ્રેન ચાલુ હોવાના કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યામાં ઘસડાઈ રહ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર તમામ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.

ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર હાજર આરપીએફ જવાન સંદીપ યાદવ કોઈપણ પ્રકારનો સમય વ્યર્થ કર્યા વગર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે. ત્યારબાદ સંદીપ મુસાફરને બહાર કાઢવાના ઘણા પ્રયાસ કરે છે સંદીપને જોઈને અન્ય મુસાફરો પણ મદદ માટે આવી જાય છે.

ત્યારબાદ બધા ભેગા મળીને યોગ્ય સમયે ફસાયેલા મુસાફરને બહાર કાઢે છે. આ કારણોસર તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ મુસાફરે આરપીએફ જવાન સંદીપનો આભાર પણ માન્યો હતો.મળતી માહિતી અનુસાર આ ઘટના સુરત રેલ્વે સ્ટેશન પર શુક્રવારના રોજ બની હતી.

સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. મિત્રો કોઈ પણ દિવસ ચાલતી ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે આપણી એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં મૂકી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરત રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં બેસવા જતા મુસાફર સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*