જૂનાગઢમાં દાદાના હાથમાંથી 7 વર્ષની માસુમ દીકરીને દીપડો ઉઠાવી ગયો, પછી તો કંઈક એવું બન્યું કે… આખું ગામ દોડતું થઈ ગયું…

Published on: 3:18 pm, Sat, 24 December 22

જૂનાગઢમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જુનાગઢ જિલ્લાના સોનારડી ગામમાં આ ઘટના બની હતી. અહીં એક દાદાના હાથમાંથી એક દીપડો 7 વર્ષની માસુમ બાળકીને ઉપાડી ગયો હતો. સાત વર્ષની દીકરી દાદા દાદી સાથે નદી કિનારે કપડાં ધોવા માટે ગઈ હતી. ત્યારે ખતરનાક દીપડો માસુમ દિકરીને દાદાના હાથમાંથી ઉપાડીને પોતાની સાથે લઈ જાય છે.

ત્યારબાદ પરિવારના લોકોએ દીકરીની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં બાળકીનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે ડરનો મહોલ જોવા મળ્યો હતો. સોનારડી ગામે 10:00 વાગ્યાની આસપાસ નદી કિનારે કપડાં ધોવા જઈ રહેલી સાત વર્ષની માસુમ બાળકીનો દીપડાએ શિકાર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર ત્રણ દીકરીઓ દાદા દાદી સાથે કપડાં ધોવા માટે નદી કિનારે ગઈ હતી, ત્યારે દાદાનો હાથ પકડીને ચાલી રહેલી 7 વર્ષની મન્નતને કાટાની જાળીમાંથી તરાપ લગાવી ડોકી પકડીને દિપડો મન્નતને ઉઠાવી ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ દીકરીની ઘણી બધી શોધ કરી.

આ દરમિયાન દીકરીનું મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. મૃત્યુ પામેલી મન્નત ધોરણ બે માં અભ્યાસ કરતી હતી. નદીના પટમાં દિપડો દીકરીને તાણી ગયો હતો. મન્નત રાઠોડ નામની સાત વર્ષની દીકરીને દીપડો ઉપાડી ગયો આ વાતની જાણ થતા જ ગામના લોકો દીકરીની શોધખોળમાં લાગી ગયા હતા.

શોધખોળ દરમિયાન ઇજાગ્રસ્ત હાલતમાંથી નદીના પટમાંથી દીકરી મળી આવી હતી. ત્યારબાદ ગામના લોકો ભેગા થઈને બાળકીને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. આ ઘટના બનવાના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં માનવ ભક્ષી દીપડાઓનું દિવસેને દિવસે પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક માનવ ભક્ષી દીપડાએ માસુમ બાળકીનો શિકાર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જૂનાગઢમાં દાદાના હાથમાંથી 7 વર્ષની માસુમ દીકરીને દીપડો ઉઠાવી ગયો, પછી તો કંઈક એવું બન્યું કે… આખું ગામ દોડતું થઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*