ધર્મ

કાઠાળી મેલડી માતાજીના મંદિરે પોતાની મનોકામના પૂરી કરવા માટે કેટલાક ભક્તો ગયા હશે, પરંતુ આ એક વાત વિશે મોટાભાગના ભક્તો નહી જાણતા હોય…

આપણા ગુજરાતની ધરતી એટલે પવિત્ર ધરતી, જ્યાં ઠેરઠેર દેવી-દેવતાઓ બિરાજમાન છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રની ધરતીને પવિત્ર માનવામાં આવે છે. કારણ કે અહીં અને જગ્યાએ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે કહેવાય છે કે અહીંની ધરતી પવિત્ર હોવાથી દેવી-દેવતાઓ બિરાજમાન થયા છે તેથી જ અહીં ઠેરઠેર મંદિરો આવેલા છે.

ત્યારે આજે આપણે એ મંદિર વિશે વાત કરીશું કે જ્યાં મેલડી હાજરા હજુર છે અને ક્યારેક તેમના પરચા પણ બતાવે છે આ મંદિર ભાવનગરના સોનગઢમાં આવેલું છે. વિસ્તૃતમા મંદિર વિશે વાત કરીશું તો અહીં માં મેલડીનું મંદિર છે જેને કાઠાળી મેલડી તરીકે પણ ઓળખાય છે.

ઇતિહાસ વિશે જણાવતાં કહીશ કે પહેલા પાલીતાણા થી સોનગઢ જતી વખતે એક એકલિયા મહાદેવનું એક તળાવ આવેલું હતું તેની બાજુમાં એક વાવ હતી આ રસ્તેથી જતા લોકો અહીં પાણી પીને આરામ કરતા હતા. તે સમયે આ જગ્યા પર માતાજીની માત્ર એક ખાંભી જ હતી.

પરંતુ ધીમે ધીમે સમય જતાં આ જગ્યા પર એક સુંદર મંદિરનું નિર્માણ થયું કે જ્યાં લોકો ઠેર ઠેરથી માતાજીના આશીર્વાદ લેવા આવે છે. કહેવાય છે કે માં મેલડી ના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે અને આ મંદિરે આવતા તમામ ભક્તો ના બધા જ દુઃખો દૂર થાય છે અહી મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ પણ જોવા મળે છે.

ખાસ કરીને તો ચૈત્ર નવરાત્રીએ, નવરાત્રી એ, મંગળવાર અને રવિવારે ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. કહેવાય છે કે માં કાઠાળી મેલડી ના દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને દરેક સમસ્યાઓના હલ આવે છે અહીં લોકો દર્શન કરીને હસતા મોઢે ઘરે પરત ફરે છે.

સાચા દિલથી મનોકામનાઓ રાખનારાઓ ની દરેક ઈચ્છાઓ માં મેલડી પૂર્ણ કરે છે અહીં દર્શનાર્થે આવતા લોકો માં મેલડી ના દર્શન કરી જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરે છે આજે પણ અહીં આ મંદિર માં મેલડી હાજરાહજૂર બિરાજમાન છે તેથી ભક્તોનો ઘોડાપૂર જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *