પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો, પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાને પાર – જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ…

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાનું શરૂ થઇ ગયું હતું. ભારતીય ઓઇલ કંપનીઓ દ્વારા આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવમાં 0.79 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ 0.79 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

ભાવ વધારો થતાં જ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 99.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 94.07 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

ભાવ વધારા સાથે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 101 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 101.01 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.27 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ 115.88 રૂપિયા અને ડીઝલનો ભાવ 100.01 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 106.09 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.76 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 110.52 રૂપિયા અને ડીઝલનો ભાવ 95.42 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

પેટ્રોલના ભાવમાં વધારાની વાત કરીએ તો 22 માર્ચના રોજ 80 પૈસાનો વધારો, 23 માર્ચના રોજ 80 પૈસાનો વધારો, 25 માર્ચના રોજ 80 પૈસાનો વધારો, 26 માર્ચના રોજ 80 પૈસાનો વધારો, 27 માર્ચના રોજ 50 પૈસાનો વધારો, 28 માર્ચના રોજ 30 પૈસાનો વધારો, 29 માર્ચના રોજ 80 પૈસાનો વધારો, 30 માર્ચના રોજ 80 પૈસાનો વધારો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*