રાજકોટમાં ઈડલી-ઢોસાની લારી પર કામ કરતા 22 વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો વિગતે.

Published on: 9:54 am, Wed, 30 March 22

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં 22 વર્ષના એક યુવકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં નાની હવેલી ભદ્રેશ્વર વાળી શેરીમાં રહેતા 22 વર્ષીય રોહન ગોરધનભાઈ નામના યુવકે ગઈકાલે સવારે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

રોહન પોસ્ટ ઓફિસના કોર્નર પર રાજેશ નામની ઈડલી ઢોસા ની લારી પર કામ કરતો હતો. આ ઘટના બનતા જ જ્યારે બાજુ વપરાતો મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. રોહન મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલ્યું હતું.

રોહન એ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ઈડલી ઢોસા ની લારી પર કામ કરીને રહી પોતાના પરિવારને આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ બનતો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઉપરાંત પરિવારમાં પણ માતમ છવાઇ ગયો હતો.

પરિવારના લોકોને પણ નથી સમજાતું કે રોહાને આ પગલું કયા કારણોસર ભર્યું હશે. રોહન નું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અને પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોના ત્રાસની અનેક ફરિયાદ નોંધાઈ હશે. રાજકોટમાં થોડાક સમય પહેલા એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ આ યુવકે વિડીયો બનાવ્યા બાદ પોતાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં ઈડલી-ઢોસાની લારી પર કામ કરતા 22 વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*