ધારાસભ્યોની ખરીદી અંગે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશન ના વિડીયા અંગે સોમાભાઈ પટેલે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Published on: 9:36 am, Mon, 2 November 20

વિધાનસભાની પેટા ચૂંટણી આડે માત્ર એક દિવસ રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને જેના કારણે હાલ પેટા ચૂંટણી કરવામાં આવી છે.કોંગ્રેસ દ્વારા ભાજપ પર વારંવાર ધારાસભ્યોની ખરીદીને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેના જવાબમાં ભાજપ-કોંગ્રેસના આરોપ ફગાવે છે.લીમડી ના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાડા ભાઈ પટેલ નું.

એવું એક સ્ટિંગ ઓપરેશન નો એક વીડિયો વાયરલ થયો છે.આ વીડિયોમાં રૂપિયાની લેવડ દેવડની વાત થઇ રહી છે તો કોંગ્રેસ ના આ આક્ષેપ પર સોમાભાઈ પટેલે પ્રથમ પ્રતિક્રિયા આપી છે.સોમાભાઈ પટેલે આ વિડીયો અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે.

અને તેમને વધારે માં કહ્યું કે મારું નહીં પરંતુ કોળી સમાજનું અપમાન છે.મારા નામે જુઠ્ઠાણું ફેલાવવાનું કોંગ્રેસ બંધ કરે. હું કોંગ્રેસને નોટિસ ફટકારી અને દાવો માંડીશ.

તેમની આ પ્રતિક્રિયા નો જવાબ આપતા મોઢવાડિયાએ જણાવ્યું કે, કોળી સમાજનું અપમાન કોંગ્રેસ નહીં પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!