રાજ્ય સરકારના આ નિર્ણયથી મગફળીના પાકને લઈને ખેડૂતોને થશે ભારે નુકસાન,જાણો આવું કોણે કહ્યુ?

Published on: 10:01 am, Mon, 2 November 20

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવ કરતાં ખુલ્લી બજારમાં વધારે ભાવ મળતા ખેડૂતો ખુલ્લી બજારમાં પોતાનો પાક વેચી રહ્યા છે. સરકાર દ્વારા પોતાના પાસે રાખેલી મગફળી વેચવા કાઢતા ખેડૂતોને ભારે નુકસાન થશે તેવી ભિતી ખેડૂત એકતા મંચ દર્શાવી છે.ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું કે સરકાર જૂની મગફળી વેચશે.

ખેડૂત એકતા મંચ દ્વારા ખેડૂતોને મગફળીના પાકને લઈને સરકારના આ નિર્ણયથી નુકસાન થાય તેવી ભિતી દર્શાવવામાં આવી હતી. બજારમાં મળી રહેલા મગફળીના ઓછા ભાવ ખેડૂતોને નહીં મળે એને મોટું નુકશાન થાય તેવું તેમને કહ્યું હતું.આ સમયે ખેડૂતો માટે મગફળી વેચવાનો સમય છે

તેમાં સરકાર જો પોતાની મગફળી વેચશે તો બજારમાં ભાવ તૂટી જશે. સરકારને વિનંતી છે કે જ્યાં સુધી ખેડૂતોને મગફળી ન વેચાય ત્યાં સુધી સરકાર થોભી જાય.

આ વર્ષે વરસાદના કારણે મગફળીના પાક પલળી જતા ખેડૂતોને મગફળીના ભાવ નો ખુબજ નુકશાન થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!