પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન હાર્દિક પટેલે રામમંદિર મુદ્દે આપુ વિવાદાસ્પદ નિવેદન,જાણો

Published on: 9:04 am, Mon, 2 November 20

મોરબી બેઠક પર ચૂંટણી પ્રચાર દરમિયાન જૂના ઘાટીલા ખેડૂતસભામાં હાર્દિક પટેલે રામ મંદિર મુદ્દે વિવાદ વાલુ નિવેદન આપ્યું હતું. ખેડૂત સભા નો વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ખેડૂત સભાનું આયોજન દરમિયાન કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રામમંદિરના મુદ્દે ટિપ્પણી કરતા જણાવ્યું કે.

ગામમાંરામજી મંદિરમાં પણ ઝાલર વગાડવા માટે છોકરાઓ જતા નથી તો ત્યાં છેક અયોધ્યા કોણ જવાનું છે? હાર્દિક પટેલના નિવેદન રાજ્યનું રાજકારણ ગરમાયું છે.હાર્દિક પટેલ ના આ નિવેદન નો જવાબ આપતા ભાજપે જણાવ્યું કે, રામ મંદિર અંગેનું આ નિવેદન કરોડો રામ ભક્તો માટે અપમાનજનક છે.

અને હવે રામ મંદિરોમાં ઝાલર વગાડવા યુવાનો નથી રહ્યા ત્યારે અયોધ્યા કોણ જશે?આવી વાહિયાત વાતો કરવા બદલ હાર્દિક એ રામ ભક્તો અને.

મોરબીના મતદારોની માફી માગવી જોઇએ તેવી ભાજપ દ્વારા માંગ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!