એકસાથે ત્રણના મૃત્યુ: મહેસાણામાં ડમ્પર અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત, બાઈક પર સવાર પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 12:19 pm, Fri, 17 December 21

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે મહેસાણામાં બનેલી એક ખૂબ જ કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થયા છે. મહેસાણાના વિસનગર તાલુકામાં ગઈકાલે સાંજના સમયે બાઈક અને ડમ્ફર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલ પરિવાર મૂળ દાહોદ જીલ્લાનું રહેવાસી હતું. મળતી માહિતી અનુસાર પરિવાર મહેસાણાના વાલમ ગામે મજૂરી કરતું હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અકસ્માત મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં સવાભાઈ હકલાભાઈ પારધી, તેમના પત્ની લાલીબેન પારધી અને પુત્ર રાજેશનું મૃત્યુ થયું હતું. તેઓ મજૂરી કામ કરીને પોતાની બાઈક પર વિસનગર થી વાલમ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કંઈ અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં પતિ પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. પરિવારજનોને ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તેણે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને સમગ્ર ઘટનાને લઇને આગળની તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં થોડી ભૂલ હતી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એકસાથે ત્રણના મૃત્યુ: મહેસાણામાં ડમ્પર અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત, બાઈક પર સવાર પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*