પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન શંકરસિંહ બાપુએ આપ્યું વિવાદિત નિવેદન કહ્યું કે.

254

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી નો રંગ જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.કચ્છના અબડાસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અપક્ષ ઉમેદવાર ટક્કર આપી રહ્યા છે.આ બેઠક પર અપક્ષ ઉમેદવાર માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રચાર કરી રહ્યા છે અને પ્રચાર દરમિયાન બાપુએ ભારતીય જનતા પાર્ટી કટાક્ષ કરતા વિવાદિત નિવેદન આપ્યું હતું.

શંકરસિંહ  વાઘેલાએ નલિયામાં જાહેર સભા યોજી હનીફ પડ્યારને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. શંકરસિંહ વાઘેલાના આ પ્રવાસી અબડાસા થી ગાંધીનગર સુધી રાજકીય માહોલ ગરમાયો હતો.શંકરસિંહ વાઘેલાની જાહેર સભામાં ભાજપ પર વિવાદિત નિવેદન આપી કટાક્ષ કરતા કહ્યું કે.

ભાજપને મુસ્લિમ જમાઈ બનાવવામાં શરમ નથી આવતી પરંતુ ઉમેદવાર બનાવવામાં આવે છે’.શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી મૂલ્યોનું જતન કરવા માટે નીકળી છે અને.

ગુજરાતમાં પેટાચૂંટણી કરવાની જરૂર જ ન હતી. ભાજપ પાપ અને કોંગ્રેસની નબળાઈના કારણે આ ચૂંટણી આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!