ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીતને લઈને નિષ્ણાંતોનું આ અનુમાન

260

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટાચૂંટણીનો જંગ જામી ગયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તમામ બેઠકો જીતવા શામ,દંડ,ભેદની નીતિ સાથે પ્રચાર કરી રહ્યા છે.છેલ્લા બે દશકાથી રાજ્યમાં સત્તા ભોગવતી ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણીમાં દરેક બેઠકો પરના પાર્ટીના આંતરિક વિવડાએ એક મહત્વનું હાર નું કારણ બને તેવા એંધાણો લાગી રહ્યા છે.નિષ્ણાતોના મત મુજબ આઠ બેઠકોમાંથી ચાર બેઠકો પર જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પરસેવો પાડવો પડશે.

આ બેઠકો પર ભાજપની જીત માટે કપરા ચઢાણ છે. આપને જણાવી દઇએ કે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા. આ બેઠકમાં ધારી, મોરબી, કરજણ, અબડાસા, લીબડી, ગઢડા, કપરાડા અને ડાંગ નો સમાવેશ થાય છે.નિષ્ણાતોના મત મુજબ ધારી બેઠક પર ભાજપને જીતવું અતિ મુશ્કેલ છે. કારણ કે ૨૦૧૭ની ચૂંટણીમાં.

ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણને કારણે દિલીપ સંઘાણીને હાલમાં સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ જેવી કાકડિયા ભાજપમાં જોડાયા બાદ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરતા ભાજપના કેટલાક નેતાઓ નિષ્ક્રિય થયા છે. મોરબી બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં સામેલ થયા બાદ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે.

કે મોરબી શહેર માંથી બ્રિજેશ મેરજા ની લીડ ન મળી તો ભાજપે આ બેઠક ગુમાવવી પડશે અને હાલનું વાતાવરણ જોતા આ બેઠકે ભાજપના આંતરિક વિખવાદના કારણે હારી રહી હોય તેમ લાગી રહ્યું છે.ગઢડા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના દલિત નેતાઓના આંતરિક જૂથવાદ આ બેઠક પર ભાજપને મુશ્કેલી વધારી શકે છે.

તોસાથે જ આત્મારામ પરમાર ની આસપાસના સ્થાનિક નેતાઓને પાર્ટીના નીચેના કાર્ય કરાય પસંદ નથી કરી રહ્યા જે મુજબ ભાજપ માટે મુસીબત ના સમાચાર ગણી શકાય છે. કરજણ બેઠક પર સ્થાનિક કક્ષાએ પાર્ટીના અંતે ખૂબ જ સીમા પર પહોંચ્યો છે.

અને પાર્ટીના સ્થાનિક કાર્યકરો એ સ્પષ્ટ જણાવે છે કે તે પાર્ટી માટે કામ કરી રહ્યા છે ના કે અક્ષય પટેલ માટે આ જ કારણોસર ભાજપ આ બેઠક પણ ગુમાવવાનો વારો આવી શકે તેમ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!