ટ્રક અને ઇકોકાર વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 18 લોકોના મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 11:34 am, Sun, 28 November 21

પશ્ચિમ બંગાળમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 18 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. આ ઉપરાંત અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત શનિવારના રોજ મોડી રાત્રે બન્યો હતો.

મળતી માહિતી અનુસાર નદિયાના હંસખાલીના ફૂલૂવાડીમાં શનિવારના રોજ મોડી રાત્રે એક ઇક્કો કાર અને ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રોડ પર ઉભેલા ટ્રક સાથે કારની ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કાર ની અંદર સવાર 18 લોકોના મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃતદેહને લઈને 20થી પણ વધારે લોકો નવદીપ સ્મશાન ઘાટ તરફ જઈ રહ્યા હતા.

ત્યારે ફૂલવાળી નજીક રસ્તા ની બાજુ માં પાર્ક કરેલા એક ટ્રક સાથે તેમની કાર ટકરાઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઇ ગયો હતો ને એકસાથે 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટ્રક અને ઇકોકાર વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 18 લોકોના મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*