રાજ્યમાં લગ્ન માટે જાહેર થઈ નવી માર્ગદર્શિકા,જો આ નિયમોનું પાલન નહીં થાય તો…

Published on: 11:31 am, Sun, 28 November 21

કોરોના ની બીજી લહેર માંથી પાઠ શીખીને મહારાષ્ટ્ર સરકારે દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના નવા વેરિએન્ટને પગલે અગાઉથી તૈયારીઓ શરૂ કરી છે.ઓમીક્રોન વેરિએન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને નવા નિયંત્રણો અને આ માર્ગદર્શિકાને બહાર પાડવામાં આવી છે.

આ વખતે મહારાષ્ટ્ર માટે નવો વેરિયન્ટ ખતરો બને તે પહેલા જ રાજ્યએ કોરોના ના નવા વેરીયન્ટનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે.મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર લગ્ન કે અન્ય કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરનારા અને કાર્યક્રમોમાં આવનાર મહેમાનો નું સંપુર્ણ રસીકરણ જરુરી છે.

આ બધા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકો નું સંપુર્ણ રસીકરણ હોવું ફરજીયાત છે.તેવી જ રીતે મોલ, રેલી અથવા કોન્ફરન્સમાં ફક્ત તેજ લોકોને પ્રવેશ મળશે જેમને રસીકરણ પૂર્ણ કર્યું છે. મુંબઈ લોકલ ટ્રેન અને બસ મુસાફરી માટે પણ વેક્સિન જરૂરી છે.

ઉપરાંત બસ, ટેક્સી, ઓટોરિક્ષા જેવી જાહેર પરિવહન સેવાઓમાં સવારી કરવા માટે પણ સંપુર્ણ રસીકરણ હોવું જરૂરી છે.18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે શાળા-કોલેજ અથવા સંબંધિત સંસ્થાઓનું ફોટો આઇડી બહુ જરૂરી છે.

જો કોઈ પણ તબીબી કારણોસર રસી લેવામાં અસમર્થ હોય તેઓને તેના સંબંધિત કારણો સમજાવતું પ્રમાણપત્ર અથવા સંબંધિત તબીબી અહેવાલ સાથે રાખવાનો રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં લગ્ન માટે જાહેર થઈ નવી માર્ગદર્શિકા,જો આ નિયમોનું પાલન નહીં થાય તો…"

Leave a comment

Your email address will not be published.


*