મહેસાણા-વિસનગર હાઈવે પર એક કાર ઝાડ સાથે અથડાતાં કારમાં આગ લાગી ઉઠી, કારમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ…

Published on: 12:08 pm, Sun, 28 November 21

મહેસાણાના વિસનગર હાઈવે પર એક કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કારમાં આગ લાગી ઉઠી હતી. જેના કારણે એક વ્યક્તિનુ મૃત્યુ થયું છે. જ્યારે કારની પાછળની સીટમાં બેઠેલા એક બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.

કાર ઝાડ સાથે અથડાયા બાદ કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી. ત્યારે સ્થાનિક લોકોએ સળગતી ગાડીમાંથી પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકનો જીવ બચાવ્યો હતો. પરંતુ આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર સવારના સમયે ઘનશ્યામભાઈ છગનભાઈ ખોખાણી અને તેમનો પૌત્ર ભાગ્ય કારમાં વિસનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર એક ઝાડ સાથે ટકરાય છે. તેના કારણે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઘનશ્યામભાઈ નું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.

અકસ્માત બન્યા બાદ કારમાં અચાનક આગ લાગી હતી અને બાળક પાછળની સીટમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. આ ઘટના બનતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને પાછળની સીટમાં બેઠેલા બાળકને ત્યાંથી બહાર કાઢ્યો હતો.

અને ઘનશ્યામભાઈ ના મૃતદેહને પણ બહાર કાઢયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને ફાયર વિભાગની ટીમને કરી હતી.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.અને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ખાનગી વાહનમાં બાળકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!